સુરત પુણા પોલીસ નિયોન ચેકપોસ્ટ ખાતે ચેકીંગમાં હતી. તે દરમિયાન રાજસ્થાનથી આવતી આર.જે-19-પીબી-6938 નંબરની ગાડીમાં ચેકીંગ હાથ ધરી હતી ગાડીમાં બેઠેલ પ્રવાસી ઇસમ પર શંકા જતા તેની પાસે રાખેલ સ્કૂલ બેગ ચેક કરતા બેગમાંથી નકલી ચલણી નોટો મળી આવી હતી. બોગસ નોટોમાં 500ના દરની 617, 2000ના દરની 9 નોટ અને 100ના દરની 2 નોટ મળીને કુલ 338500 રૂપિયાની 642 નોટ હતી પુણા પોલીસે આરોપીની અટકાયત કરી પૂછપરછ કરતા તેનું નામ ચુનીલાલ મંગલારામ સુથાર હોવાનું જણાવાયું હતું આરોપી મૂળ રાજસ્થાન ખાતે આવેલ ઝલોરનો વતની છે અને હાલ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ કંથારેશ્વર મહાદેવ મંદિર પાસે રહે છે.
આરોપી ઇસમ બોગસ નોટ રાજસ્થાનમાં રહેતા તેના મિત્ર રમેશ ચૌધરી,જાટ પાસેથી લાવ્યો હતો અને અડાજણમાં રીવર હાઇટ્સમાં રહેતા ચંદ્રકાંત વાઘજી શાહને આપવાનો હતો.પુણા પોલીસે ચુનીલાલ ઉપરાંત રમેશ અને ચંદ્રકાંત વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ચંદ્રકાતની ધરપકડ કરી ઘરે સર્ચ કરતા વધુ 2.06 લાખની બોગસ નોટ મળી હતી. ચંદ્રકાંત રીયલ એસ્ટેટમાં દલાલીનું કામ કરે છે છે. ચુની લાલને નકલી નોટ સુરત લાવાના 5000 થી 10000 હજાર મળતા હતા હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સુરત પુણા પોલીસે નિયોન ચોકડી પાસે ચેકીંગ દરમિયાન એક પ્રવાસીના બેગમાંથી 38 લાખની નકલી નોટ ઝડપી પાડી હતી.
Advertisement