સુરત શહેરમાં આવેલ ગોટલાવાડી ટેનામેન્ટને 1 વર્ષ પહેલા રિ-ડેવલપમેન્ટના સ્કીમ હેઠળ તોડી પાડવામાં આવ્યું હતું. જેમાં રહેતા 1,304 જેટલા પરિવારોના લોકોને ભાડું ચુકવવાના શરત હેઠળ અન્ય મકાનોમાં ખસેડવામાં આવ્યા હતા અને ટેનામેન્ટને 16 માળનું બનાવવાની શરત રાખવામાં આવી હતી પરંતુ રી-ડેવલપમેન્ટ સ્કીમ થઈ જતા અને નજીકમાં આવેલ હેરિટેજ મિલકતના કારણે આર્કિયોલોજી વિભાગે રિ-ડેવલપમેન્ટ માટે 6 માળની મંજૂરી આપતા આ પ્રોજેક્ટ બંધ થતાં અસંખ્ય લોકો બેઘર બન્યા હતા છેલ્લા છ મહિનાથી ભાડુ પણ નથી આપતા રહીશોની હાલત કફોડી બની છે. ત્યારે હવે આ ટેનામેન્ટ ના લોકો ઉપવાસ પર ઉતરી ગયા છે. આંદોલન શરૂ કર્યું છે અને જો તેમની વાત નહીં સાંભળવામાં આવે તો વધુ જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
Advertisement