Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત માલધારી સમાજ દ્વારા આજે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને તેમની જાતિનો અનુસુચિત જનજાતિમાં સમાવેશ કર્યા હોવા છતાં લોક રક્ષકદળની ભરતીમાં અન્યાય કરવામાં આવતા તેની રજુઆત કરી છે.

Share

માલધારી સમાજને લોક રક્ષકદળની ભરતીમાં અન્યાય થતાં સૌરાષ્ટ્રમાં પોરબંદર ખાતે આ માટે માલધારી સમાજ ઉપવાસ પર ઉતરી ગયો છે જેને લઈને સમસ્ત ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે જેમાં સુરત ખાતે આજે માલધારી સમાજ દ્વારા રેલી યોજીને સુરત જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે લોક રક્ષકદળની ભરતીમાં માલધારી સમાજનાં લોકોને બાકાત કરીને અન્યાય કરવામાં આવ્યો છે. અમારા સમાજને અનુસુચિત જનજાતિનાં પ્રમાણપત્રો મળીયા છે. તેમ છતાં લીસ્ટમાંથી બાકાત રાખવામાં આવ્યો છે તે અન્યાય છે. જેને પગલે ફરી નવું મેરીટવાળુ લીસ્ટ જાહેર કરવામાં આવે, અન્યાય મામલે તપાસ ટીમ નિમણૂક કરવામાં આવે, સહિત વિવિધ માંગણી આ સંદર્ભે રજુઆત કરતું આવેદનપત્ર આજે સુરત માલધારી સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

જાણવા મળ્યા મુજબ વલસાડ જિલ્લાના ભિલાડ નજીક પુરપાટ ઝડપે દોડતા ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.. અકસ્માતમાં બસમાં સવાર 6 થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામ ને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા…હાલ સમગ્ર મામલા અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથધરી હોવાનું જાણવા મળ્યું છે…

ProudOfGujarat

લીમડી -ઝાલોદ બાયપાસ રોડ ઉપર માગઁ અકસ્માત ધોરણ દસ મા અભ્યાસ કરતો આશાસ્પદ યુવાનની ધટના સ્થળે મોત

ProudOfGujarat

ભરૂચ : દહેગામ ગામની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ૧૫૦૦ વૃક્ષોની રોપણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!