Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : તલવાર વડે કેક કાપવાની નવી ફેશન શરૂ થઈ હોય તેમ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

Share

સુરતમાં સૂરજ વાઘમારે નામના યુવકે જાહેરમાં તલવારથી કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયાના ટિકટોક પ્લેટ ફોર્મ પર મુકવામાં આવ્યો છે.વીડિયો બહારનો હોવાની આશંકા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વીડિયો સુરત બહારનો હોય શકે છે. સુરતમાં આ પ્રકારની કોઈ ઉજવણી ન થઈ હોય તેમ હાલ પ્રાથમિક તબક્કે માનવામાં આવે છે. જો કે, પોલીસ દ્વારા આ વીડિયોના આધારે સૂરજ વાઘમારે સાથે દેખાતા અન્ય શખ્સોની પણ તપાસ આદરવામાં આવી છે. જો સુરતનો આ વીડિયો હશે તો ચોક્કસપણે કડક હાથે કાર્યવાહી કરવા માટે પોલીસ તપાસ હાથ ધરાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.જાહેરમાં તલવારથી કેક કાપીને પોલીસના જાહેરનામાનો ભંગ કરવાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અગાઉ બનાવ બન્યાં હતાં. ત્યારે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરનારા સામે કાયદેસરના પગલાં ભરીને ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારે આ વીડિયોમાં દેખાતા શખ્સને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

*અંકલેશ્વર કેમિકલ માફિયાઓ ના કૌભાંડ નો પગેરૂ અંકલેશ્વર થઈ પાલેજ સુધી પહોંચ્યું.*

ProudOfGujarat

ગોધરામાં મુસ્લિમ કારીગરો દ્વારા બનાવાતા નવરાત્રીના દાંડીયાની દેશ-વિદેશમાં માંગ…

ProudOfGujarat

વાંકલ : ઉમરપાડા વન વિભાગ કચેરી માં દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂંજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!