સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાંથી મિલકત સંબધી ગુના બન્યા હોય જે અંગે પોલીસ અધિક્ષક મહેશ નાયકે આરોપીઓને શોધી નાખવા અને ગુના બનતા અટકાવવા એસ.ઓ.જી શાખાના ઇન્ચાર્જ પો.ઇન્સ એ.વાય બલોચને તપાસ અંગે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જે અનુશાન્ધાને કામગીરી કરતા એસ.ઓ.જી શાખા નાં હે.કૉ મહેન્દ્ર શનાભાઈ ને તા.૨૮-૦૩-૨૦૧૮ નાં રોજ મળેલ બાતમી નાં આધારે મોટર સાયકલ ચોરીના ગુનામાં અગાઉ પકડાયેલ આરોપીને ચાર રસ્તા ખાતે ભાની કોમ્પલેક્ષ વિસ્તાર પાસેથી બે દેશી હાથ બનાવટના તંમચા તથા આઠ જીવતા કારતુસ સાથે પકડાયેલ આ આરોપીને તપાસ કરતા રહે. કઠોર ગામ મસ્જીદ પાસે નદીકિનારે તા. કામરેજ જી.સુરત જણાવેલ હતો. આરોપી પાસે દેશી હાથ બનાવટના તંમચા ( કટ્ટા ) નંગ-૨ કિંમત રૂપિયા ૩૦,૦૦૦ જીવતા કારતુસ નંગ- ૦૮ કિંમત રૂપિયા ૮૦૦ મળી કુલ રૂપિયા ૩૦,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી ગુણો દાખલ કર્યા છે. વધુ મળતી માહિતી મુજબ આરોપી ઇમરાન વર્ષ ૨૦૧૬ માં મોટર સાયકલ ચોરી કરેલ જે નાગે કડોદરા જી.આઈ.ડી.સી પો.સ્ટે. માં ગુણો નોંધાયેલ છે. આ ઉપરાંત કમરેજ ખાતેથી એક નવું બુલેટ ચોરી કરેલ જે બાબત કામરેજ પો.સ્ટે ખાતે ગુણો નોંધાયેલ છે. જેમાં તે પકડાયેલ છે. અને ખોલવડ ખાતે એક હીરો હોન્ડા સી.બી ઝેડ ચોરી કરેલ જે બાબતે કામરેજ પો.સ્ટે ખાતે ગુણો નોંધાયેલ જેમાં પકડાયેલ છે. અને કઠોર ખાતેથી રિક્ષા વિશ્વાસ ઘાટ કરી લીધાબાદ પાછી આયાપી નહિ જે બાબતે કામરેજ પો.સ્ટે ખાતે પકડાયેલ હતો. આ, ઘણા ગુના આરોપી ઉપર દાખલ થયેલ છે અને ખુબજ રીઢો ગુનેગાર તરીકે પોલીસ ચોપડે નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એસ.ઓ.જી ઇન્ચાર્જ પો.ઇન્સ એ.વાય બલોચ ચલાઈ રહ્યા છે.
મોટર સાયકલ ચોરીના આરોપીને તમચા સાથે ઝડપી પાડતી સુરત ગ્રામ્ય પોલીસ
Advertisement