Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સરથાણા સીમાડા પોલીસે ચોકી ઉપર ફરજ ઉપરના પોલીસકર્મીઓ ખુલ્લેઆમ નાના મોટા ધંધાથી વાહન ચાલકો પાસે રૂ. ૫૦ થી રૂ. ૧૦૦ ગેરકાયદેસર રીતે ઉઘરાવતા હોવા સંદર્ભે સુરતના જ કેટલાક જાગૃત નાગરિકોએ સુરત પોલીસ કમીશનરને લેખીતમાં ફરિયાદ કરી છે.

Share

સુરત શહેરમાં પ્રવેશ દ્વારા સ્થિત સીમાડા પોલીસ ચેક પોસ્ટના પોલીસ કર્મીઓ દ્વારા નાના મોટા વેપારીઓના વાહન દીઠ દર શનિવાર,રવિવારના રોજ રૂ. ૫૦ થી રૂ. ૧૦૦ ની ઉઘરાણી કરવામાં આવે છે. દર શનિવારે માલસામાન લઈને શહેરમાં પ્રવેશતા વાહનો પાસેથી બેરોકટોક નાણાં ઉઘરાવવામાં આવી રહયા હોય આ અંગે સુરતના કેટલાક જાગૃત નાગરિકોએ આવા ભ્રષ્ટ પોલીસકર્મીઓની કાળી કમાણીની કરતૂતોને મોબાઇલમા રેકોર્ડ કરી આ અંગે સુરતના પોલીસ કમીશનરને લેખીતમાં ફરિયાદ દર્જ કરાવી આ ઉઘાડે છોગ લૂંટ બંધ કરાવવાની માંગ કરી છે. તેમજ લાંચિયા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ માંગ ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં તારક મહેતાનાં ઉલ્ટા ચશ્માનાં કલાકાર અબ્દુલએ “ભૂખ્યાને ભોજન” ટીમની મુલાકાત લીધી.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા અરબ ફેશન વીકમાં બે વખત દોડનારી પ્રથમ ભારતીય શોસ્ટોપર બની.

ProudOfGujarat

રાજપીપળા : વાવડી ગામની સગીર બાળાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જનાર ઇસમ તથા સગીરબાળાને શોધી કાઢતી રાજપીપલા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!