સુરતના સચિન વિસ્તારમાં ચાર વર્ષની બાળા ઉપર નરાધમે દુષ્કર્મ આચરી ભાગી છૂટતા નરાધમના કોઈ જ ઓળખ નહિ થતા આજે શિવસેનાના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે નરાધમને ૨૪ કલાકમાં ઝડપી લેવામાં આવે જે તે વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય લોકોને ઓળખ કરવામાં આવે તેમજ મકાન ભાડે આપતા પહેલા કે ઉદ્યોગોમાં નોકરી આપતા પહેલા તેઓનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવે સુરત શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ પોલીસ આવા ગુના ઉકેલવામાં તુરંત કરે એટલું જ નહીં પણ દુષ્કર્મની ઘટનાઓમાં રોજ રોજ સ્પેશિયલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે નરાધમોને ફાંસીની સજા આપવામાં આવે એટલું જ નહીં પણ પીડિતાના પરિવારજનોને વળતર મળે તેવી માંગણી આવેદનપત્ર આપી શિવસેના દ્વારા કરવામાં આવી હતી.
Advertisement