Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : સ્પામાં વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી.

Share

સુરત ડુમસ રોડના રાહુલરાજ મોલમાં ચાલતા સ્પામાં વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 27 યુવતીઓને પીસીબીએ પકડી છે. શહેરનાં સ્પામાં વર્કપરમિટ વગર વિદેશી યુવતીઓ પકડાઇ હોય તેવી પહેલી ઘટના છે. પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ માર્ગદર્શન હેઠળ પીસીબીના પી.આઈ એસ.જે.ભાટીયાએ સ્ટાફ સાથે મંગળવારે રાત્રે રાહુલરાજ મોલના 13 સ્પામાં રેડ પાડી હતી. કેટલાક સ્પા બંધ હતા. 7 સ્પામાંથી વર્ક પરમિટ વગર કામ કરતી 27 થાઇલેન્ડની યુવતીઓ પકડાઇ હતી. પીસીબીએ સ્પાના મેનેજરોની ધરપકડ કરી છે, માલિકોને ભાગેડુ જાહેર કર્યા છે. વધુમાં પીસીબીના સ્ટાફે જણાવ્યું કે વિદેશી યુવતીઓ વર્કમપરમિટ વગર રહેતી હોવાથી તેને પરત મોકલવામાં આવશે અને આ બાબતે વિદેશ મંત્રાલયને પણ જાણ કરાશે. હાલમાં વિદેશી યુવતીઓને સાક્ષી બનાવી છે. વિદેશ પરત મોકલવા પહેલા તેનું કોર્ટમાં 164નું નિવેદન પણ લેવડાવવામાં આવશે.વિદેશી યુવતીઓને સરળતાથી મકાન ભાડે મળે છે. સામાન્ય રીતે એકલી યુવતીઓને મકાનમાં આપવામાં લોકો અચકાતા હોય છે. જો કે આ વિદેશી યુવતીઓ મકાનમાલિકોને તગડુ ભાડુ આપતા હોવાથી તેને મકાન સરળતાથી મળી જાય છે. પીસીબીએ જે થાઇલેન્ડની યુવતીઓને પકડી છે. તેમાંની મોટેભાગની યુવતીઓ મગદલ્લામાં ભાડેથી રહે છે. અન્ય બે-ત્રણ યુવતીઓ જ ભટારમાં રહે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વારંવાર GPCB ની કાર્યવાહી છતાં ટેવાઇ ગયેલા ઉદ્યોગપતિઓએ પ્રદુષિત પાણી છોડયું.

ProudOfGujarat

માતૃ વંદના દિવસે જાયન્ટસ ગ્રુપ ઓફ રાજપીપલાના સભ્યો મા-બાપના મંદિરે મહેમાન બની માતાઓ સાથે સાંજ વિતાવી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની ગ્રામ પંચાયતોની ચુંટણીનું સ્પષ્ટ બનેલ ચિત્ર-૭૪ પૈકી ૭ પંચાયતો સમરસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!