Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત પાંડેસરા કૈલાશ ચોકડી નજીક બાઇક સવાર 3 લૂંટારા રાહદારીનો ફોન ઝૂંટવી ફરાર.

Share

સુરત પાંડેસરા કૈલાશ ચોકડી નજીક બાઇક સવાર 3 લૂંટારા રાહદારીનો ફોન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. દારૂના નશામાં કામ પર જતો બબલુ પટેલ (ઉ.વ. 30) લૂંટારાબાઇક સવારના ધક્કાથી રોડ ઉપર પડી જતા ઘવાયો હતો. ઇજાગ્રસ્ત બબલુને સારવાર માટે 108ની મદદથી સાથી મિત્ર સિવિલ લઈ આવ્યો હતો. સાથી મિત્રએ જણાવ્યું હતું કે, બબલુ દારૂના નશામાં હોવાથી લૂંટારાનો સામનો પણ ન કરી શક્યો.સાથી મિત્રએ એક લૂંટારાને પકડી પાડ્યો હતો.મિત્ર રામ પ્રકાશ સરોજે જણાવ્યું હતું કે, તે નોકરી પરથી આવતો હતો અને બબલુ નોકરી પર જતો હતો. ત્યારે મારી આગળ ચાલતા બબલુને બાઇક સવાર ત્રણ પૈકી એકે લાત મારતા બબલુ જમીન પર પડી ગયો હતો. જેને લઈ તેઓ દોડીને બાઇક સવાર ત્રણ પૈકી એકને પકડી પાડ્યો હતો. જેને છોડવા બે બાઇક સવાર દોડી આવ્યા હતા અને તેમની ઉપર હુમલો કરી જાહેરમાં માર માર્યો હતો. લોકો જોતા રહ્યા અને બાઇક સવાર લૂંટારાઓ બન્ને મિત્રોને જાહેરમાં ફટકારી બબલુનો 9 હજારનો વિવો મોબાઈલ લૂંટી ભાગી ગયા હતા. આ ઘટનામાં તેમનો મોબાઈલ પણ લૂંટારાઓએ જમીન પર ફેંકી તોડી નાખ્યો હતો. બબલુ દારૂના નશામાં હોવાથી બાઇક સવાર લૂંટારાઓનો સામનો પણ કરી ન શક્યો હતો.

Advertisement

Share

Related posts

ગોધરા નગરપાલિકા અને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

વલણ ગામે ટી. કે. આઈડિઅલ ટ્રસ્ટ અને ક્લિનિક દ્વારા 6 ઠ્ઠો હિજામા કેમ્પ (કપિંગ થેરાપી) યોજાયો

ProudOfGujarat

ટાટા મોટર્સના વાહનો ત્રણ ગણા વધુ વેચાયા, મારુતિ મિની કારના 17,408 યુનિટ વેચાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!