Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત : ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસે એક યુવક વિદ્યાર્થિનીઓની શારીરિક છેડતી કરતા તેને માર મારવામાં આવ્યો હતો.

Share

સુરત ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્કૂલ પાસે અશોક તિવારી(ઉ.વ.21) નામનો યુવક વિદ્યાર્થિનીઓની શારીરિક છેડતી કરી રહ્યો હતો. જેને પગલે લોકોએ યુવકને ફટકાર્યો હતો. લોકોના મારથી ઈજાગ્રસ્ત થયેલા યુવકને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.રોષે ભરાયેલા લોકોએ યુવકને માર માર્યો. સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે, અશોક તિવારી ગોડાદરા વિસ્તારમાં આવેલા ડીકે નગરમાં રહે છે. આજે સવારે ગોડાદરા વિસ્તારમાં આવેલી સ્કૂલ નજીક 8થી 10 વર્ષની વિદ્યાર્થિનીઓની શારીરિક છેડતી કરી રહ્યો હતો. જેના પગલે લોકો રોષે ભરાયા હતા. લોકો એકઠાં થઈ જતા અશોક ભાગીને નજીકમાં આવેલી પ્રિયંકા મેગાસિટી સોસાયટીમાં ઘૂસી ગયો હતો. જોકે, અશોક પકડાઈ ગયો હતો અને લોકોએ ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભંગારીયા બેફામ – હમ નહીં સુધરેંગે, અંકલેશ્વર અંસાર માર્કેટ ખાતે રાત્રીના અંધારામાં કચરો સળગાવી થતું વાયુ પ્રદુષણ, મામલે તપાસ જરૂરી

ProudOfGujarat

ભરૂચ : ભાડભુત બેરેક યોજનામાં કોન્ટ્રાક્ટર દ્વારા રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

કેમીકલ ભરેલા ટેન્કરનો વાલ લીક થતા અફરાતફરી નો માહોલ સર્જાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!