Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની ક્રાઇમ બ્રાંચ પોલીસે મોબાઈલ સ્નેચીંગ તેમજ અન્ય ચોરીના 14 જેટલા ગુનામાં વોન્ટેડ એક રીઢા ચોરને ઝડપી પાડયો હતો.

Share

સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસે છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં નોંધાયેલ મોબાઈલ ચોરી, મોબાઈલ સ્નેચીંગ તેમજ ચોરી સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ ગુનેગારોને ઝડપી પાડવા સધન ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. પી.એમ.વાળા અને તેમની ટીમે મોબાઈલ ચોરી સહિત અન્ય ગંભીર ગુનામાં વોન્ટેડ એવો આરોપી મોહમંદ નદીમ, મોહમંદ શબ્બીર બનારસી ઉં.વર્ષ 23, રહે.બનારસી મહોલ્લો, માછીવાડ, સુરત નાઓને ઝડપી પાડયા હતા.
આ આરોપીના સુરતના વિવિધ પોલીસ મથકોમાં કુલ 14 જેટલા ગુનાઓ રજીસ્ટર્ડ થયેલ છે અને તે પોલીસથી નાસતો ફરતો હતો. આ આરોપી વર્ષ 2016 થી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને સુરતમાં બાઇક ઉપર ફરી મોટર સાયકલ ઉપર જતાં કે રાહદારઇઓના હાથમાંથી મોબાઈલ ચોરી પલાયન થઈ જવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે.

Advertisement

Share

Related posts

લીંબડી નગરપાલિકાના સફાઈ કામદારોની માંગ સંતોષાતા હડતાળનો આવ્યો અંત

ProudOfGujarat

કરજણ ખાતે વડોદરા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સતીષભાઇ પટેલ (નિશાળિયા) નો સન્માન સમારોહ કાર્યકમ યોજાયો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીના ખીસ્સામાંથી પાકીટની તફડન્ચી, 15 હજાર રોકડ ગુમાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!