સુરતમાં મહાનગરપાલીકા દ્વારા ફાયરની ટીમે ચેક કરતાં 3 શોપિંગ સેન્ટરોની 150 જેટલી દુકાનોમાં ફાયર સેફટીનાં સાધનો નહીં હોવાથી પાલીકાએ સીલ મારવાની કામગીરી કરી હતી.
સુરતમાં વારંવાર આગ લાગવાની ધટના હોવા છતાં ફાયર સેફટીનાં સાધનો માટે લોકો જાગૃત નહીં થતાં આ મામલે સુરતનાં અગ્નિકાંડથી પાલિકાનાં સત્તાધીશોએ બોધપાઠ લીધો હોય તેમ આજે શહેરનાં સિટી લાઇટ, ઓમકાર ચેમ્બર્સ જેવા શોપીંગ સેન્ટરોમાં આજે દુકાનોમાં ફાયર સેફટીનાં સાધનો અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 150 જેટલી દુકાનોમાં ફાયર સેફટીનાં સાધનો નહીં હોવાથી આ તમામ દુકાનોને ફાયર વિભાગે સીલ મારી દેવામાં આવ્યું હતું. જ્યારે ઉમરવાડા ખાતે લૂમ્સનાં કારખાનામાં પણ સેફટીનાં સાધનો નહીં હોવાથી તેને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું. જયારે સુરત પાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં ફાયર સેફટીનાં સાધનો નહીં રાખતાં દુકાનો સીલ કરવામાં આવ્યું હતું.
સુરતમાં ફાયર સેફટીનાં સાધનો નહીં રાખતાં 150 દુકાનદારોની દુકાનો સીલ એક કારખાનું સીલ કરતું સુરત પાલિકાનું તંત્ર.
Advertisement