આ ગેંગ ગુજરાતમાં વાહન ચોરી કરતી હતી. ઇચ્છાપુર પોલીસે ગેંગ ઝડપી પાડી.
સુરત શહેરમાં વધતા જતા વાહન ચોરીના ગુના અટકાવવા માટે કમીશનર સુરત તેમજ મદદનીશ પોલીસ કમિશનર નાં સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર જી.એ પટેલ ઇચ્ચાપુર પોલીસ એ આ વિસ્તારમાં થયેલ વાહન ચોરીના ગુના શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફને સૂચના કરતા માણસો કામગીરી કરતા અ.હે.કો ઈન્દ્રજીત સિંહ અમરસંગ વનાર તથા પો.કો ચંદુ પ્રભુભાઈએ ખાનગી રાહે બાતમી મળી હતી કે એમ.પી તરફના મજુરો રાત્રીના સમયે વાહન ચોરી કરી તેમના વતન એમ.પી નાસી જઈ છે. આ બાતમી નાં આધારે ટેકનીકલ સોર્સ ની મદદ થી વાહન ચોરી કરનારનું લોકેશન ચાંદ પુર હોવાનું જણાતા ઈચ્છાપુર પોલીસ સ્ટે. ની ટીમના માણસો પી.એસ.આઈ એસ.એસ. વરુ તેમજ તેમના સ્ટાફે તા.૨૩-૦૩-૨૦૧૮ નાં રોજ એમ.પી ચાંદપુર ખાતે રવાના થઈ અને ચાંદપુર સ્ટે વિસ્તાર ખાતેથી અલગ અલગ સ્થળે છાપો મારી આરોપી ખુમાણ ભાઈ ભીન્ડે ઉ.વ ૨૦ રહે. પતાયા ફળિયું ચાંદપુર તથા અબેસિંહ ઉર્ફે નાધે ચીમાંલ્યા ઉ.વ ૧૮ રહે. ચાંદપુર તથા ગોલુ છગલીયા વાસકરે ઉ.વ ૧૭ રહે. ખોડિયાર વાડ મોરાગી ગામ ચાંદપુર એને પકડી પાડી તેઓના ઘરેથી કુલ ૯ મોટર સાયકલ રીકવર કરે છે.