Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં પિપલોદમાં સ્પામાં કામ કરતી પૂર્વભારતની યુવતીની તબિયત બગડી જતાં તેને 108 મારફતે હોસ્પીટલમાં ખસેડવામાં આવતા તેની પાસેથી માદક પદાર્થ મળી આવ્યા હતા.

Share

સુરત શહેરમાં ચાલતા સ્પા વાળા હવે નવા ધંધા તરફ વળી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જેમાં સુરતનાં વી.આઇ.પી. વિસ્તારોમાં સ્પાના નામે ગોરખ ધંધા થઈ રહ્યા છે. આ વાત પોલીસ જાણતી હોય શકે અથવા અજાણ બનતી હોય તે પણ શક્ય છે ત્યાં આજે સવારે પિપલોદનાં પોશ વિસ્તારમાં ચાલતાં એક સ્પામાંથી એક યુવતીની અચાનક તબિયત બગડતા તેની જાણ 108 ને કરવામાં આવી હતી. જેને પગલે 108 ની ટીમે યુવતીને હોસ્પીટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. આ યુવતીને હોસ્પીટલમાં ખસેડવામાં આવતા તેની પાસેનાં કાળા પર્સમાંથી એક આધારકાર્ડ મળી આવ્યો હતો સાથે એક પ્લાસ્ટિક થેલીમાં કોઈક માદક પદાર્થ પણ મળી આવ્યો હતો. જોકે 108 ની ટીમે આ મામલે સુરત શહેર પોલીસને જાણ કરી છે અને હવે પોલીસ તપાસ બાદ ખબર પડશે કે યુવતી કોણ છે. તેની તબિયત કેમ બગડી તેની પાસેનો પદાર્થ શું છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર GIDC બસ સ્ટેશન પાસેથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

પંચમહાલ પોસ્ટ વિભાગ દ્વારા ડોર ટુ ડોર સેવા શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

મિની લોકડાઉનમાં સામાન્ય જનતાનાં હાલ બેહાલ, ભરૂચમાં માસ્ક વગર ફરતા બુટલેગરને રેલવે પોલીસે ભણાવ્યા પાઠ, ગુનો નોંધી કરાઇ કાર્યવાહી…!! જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!