Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : જહાંગીરાબાદ-દાંડી રોડ વચ્ચે આવેલા CNG પંપ પર સ્કૂલ વાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી.

Share

સુરત જહાંગીરાબાદ-દાંડી રોડ વચ્ચે આવેલા CNG પંપ પર સ્કૂલ વાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. આગ લાગતા જ કાર ચાલક કાર છોડીને પંપની બહાર દોડી ગયો હતો. જોકે, પંપના કર્મચારીઓએ તાત્કાલિક ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. કર્મચારીઓની જાગૃતતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. વહેલી સવારે 6.30 વાગ્યે સ્કૂલ વાનમાં ગેસ ભરવા પિન ખોલતા જ આગ ભભૂકી ઉઠી હતી. બનાવ અંગે પંપના સુપર વાઈઝરે જણાવ્યું હતું કે, ધટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગનો કાફલો ધટના સ્થળે પહોંચી ગયો હતો. સ્કૂલ વાનમાં આગ લાગવાના પગલે રાહદારીઓ પણ પંપ પાસે પહોંચી ગયા હતા. જોકે, વાનમાં બાળકો ન હોવાથી બધાએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

रेस 3″ ने बॉलीवुड के इतिहास में सबसे अधिक सैटेलाइट अधिकार किये अपने नाम!

ProudOfGujarat

મુંબઈના હાઈરાઈઝમાં લિફ્ટ પડી જતાં એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

વડોદરા પૂર્વ સૈનિક અધિકારીની પુત્રી નિશા કુમારી એ છ કલાકમાં ગિરનારનું આરોહણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!