ધારાસભ્યએ પાલિકા કમિશનરને લખેલ પત્ર રહીશો માટે વર્ષોથી દબાણકર્તાઓથી ત્રાસદાયક વાતાવરણ નિર્માણ થયું. અવારનવાર રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા નિરાકરણ આવ્યું નથી.
સુરત શહેરના ભટાર ઉમાભવન ખાતે દબાણના પ્રશ્નોનું ઘણાં વર્ષોથી નિરાકરણ નહી આવતાં સ્થાનિક સોસાયટીના રહીશો માટે વર્ષોથી દબાણકર્તાઓથી ત્રાસદાયક વાતાવરણ નિર્માણ થયું છે. આ અંગે સ્થાનિક સોસાયટીના પ્રમુખોએ રજુઆતો કરતાં મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ તારીખ 14 મીની સાંજે 6 સુધી દબાણો જો દૂર નહી થાય અને ફરી દબાણો નહી થાય તેનું નક્કર આયોજન લેખિતમાં નહી મોકલાશે તો સોમવારથી જાહેર જનતા સાથે કામગીરી હાથમાં લેવા કમિશનર બંછાનિધિ પાનીને પત્ર પાઠવી અલ્ટિમેટમ આપી દીધું છે. એક ધારાસભ્ય તરફથી દબાણના વિકટ બનેલા પ્રશ્ને કમિશનરને આ પ્રકારે અલ્ટિમેટમ આપ્યું હોય તેવો પ્રથમ કિસ્સો મહાપાલિકા ખાતે નોંધાયો છે.કડક શબ્દોમાં લખ્યો પત્ર પાલિકા કમિશનર બંછાનિધિ પાનીને ધારાસભ્ય હર્ષ સંઘવીએ પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ભટારના ઉમાભવન ખાતે કરોડોના ખર્ચે નિર્માણ પામેલા ફૂટપાટોને ભાડે આપી દેવાયા છે. તેના પર વ્યાપક દબાણો થતાં સ્થાનિક રહીશો માટે ત્રાસદાયક વાતાવરણનું નિર્માણ થયું છે. પાલિકાની ટીમ સતત આંખ આડા કાન કરતાં હોય એમ લાગે છે. સંકલન મીટીંગોમાં રજૂઆત કરી હોવા છતાં કોપી પેસ્ટ જવાબો જ દર વખતે અપાતા હોય છે. અત્રે અસહ્ય ગંદકીનો પ્રશ્ન છે પરંતુ કોઈ નક્કર આયોજન જ નથી કરાતું. પ્રજાના પ્રતિનિધિઓની રજુઆતો પણ ઘોળીને પી જવાય છે. તમોને સ્પષ્ટ રીતે જણાવીએ છીએ કે તારીખ 14 ડિસેમ્બર સાંજે 6 વાગ્યા સુધીમાં દબાણો દૂર કરવામાં નહિ આવે અને ભવિષ્યમાં આ દબાણો ફરી ન થાય એનુ નક્કર યોજના લેખિતમાં માહિતી મારા કાર્યલયમાં નહિ મોકલો તો સોમવાર તારીખ 16 થી અમો જાતે જાહેર જનતા સાથે કામગીરી અમારા હાથમાં લઈશું. જેની ગંભીર નોંધ લેશો.મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભટાર ઉમાભવન પાસેની ઓરોવીલ સોસાયટી, તક્ષશિલા એપાર્ટમેન્ટ સહિતની રેસિડેન્ટ કોમર્શીયલ બિલ્ડીંગોના રહીશોના છેલ્લા બે દિવસથી ઘણા ફોન લેખિત રજૂઆતો આવે છે, આખો રોડ જામ કરી નાંખે છે. લેફ્ટ તરફ આશીર્વાદ સોસાયટીનો રસ્તો પણ બ્લોક કરી નાખે છે. છ વર્ષોથી સંલગ્ન રજૂઆતો કરી છે પણ કામગીરી થઇ નથી ને અધિકારીઓ બદલાઈ જાય છે. અમારા કોર્પોરેટરે પણ કરવા છતાં દબાણો હટાવાયા નથી. કરોડોના ખર્ચે બનતી ફૂટપાટો ખાલી રહેવા જોઈએ. એ લોકો માટે શાકમાર્કેટો બનાવાઈ છે. ભલે છ મહિને કે વધુ સમય થાય પણ કરો ત્યારે પ્લાનિંગથી નક્કર કામ કરો, રાબેતા મુજબ કરીએ છીએ કહેવું યોગ્ય લાગતું નથી. જો દબાણો દૂર કરાશે નહીં તો પ્રજા સાથે અમે કામ કરીશું. જો નહીં સમજે તો પ્રેમપૂર્વક સમજાવીશું.
સુરત / પાલિકા સામે પડેલા ધારાસભ્યએ કહ્યું, દબાણો નહીં હટે તો લોકો સાથે રસ્તા પર ઉતરીશું.
Advertisement