પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલું ખતરનાક છે. તેને દર્શાવવા માટે સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ શહેરમાં એક ૨૭ ફૂટનું સ્કલપચર બનાવ્યું જેમાં પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકનો ઉપયોગ છૂટથી કરવામાં આવતા તેણે આપણાં પર્યાવરણનું સંતુલન બગાડી નાખ્યું છે. પ્લાસ્ટિકથી જમીનનો ખરાબ થઈ રહી છે હવે નદી નાળાઓમાં પણ પ્લાસ્ટિકના ઝભલા થેલી સુધીનો ઉપયોગ કરવામાં આવ્યા હોવાથી નદી નાળા પ્રદુષિત થઈ રહિયા છે જળચરને નુકશાન થઈ રહયું છે. ત્યાં આ પ્લાસ્ટિક એક મહારાક્ષસ છે તેવું બનાવવા માટે સુરત મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ટીમ પર 26 ફૂટનું પ્લાસ્ટિકનો રાક્ષસ બનાવી નાંખ્યો હતો. 5 હજાર પ્લાસ્ટિકની બોટલ અને 3 હજાર કિલો લોંખડનો ઉપયોગ કરીને 26 ફૂટનો ભયાનક રાક્ષસનું સ્કલપચર બનાવીને લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા સંદેશ વહેતો કર્યો છે.
પ્લાસ્ટિક એક મહારાક્ષસ છે જેનો સંદેશ આપતું સુરત મહાનગરપાલિકા.
Advertisement