Proud of Gujarat
FeaturedGujaratINDIA

આંધ્રપ્રદેશની ગિલોલ ગેંગના સાગીરતને ઝડપી પાડતી સુરત ક્રાઈમ બ્રાન્ચ.

Share

ફોર વ્હીલના કાચ ગિલોલ વડે તોડી કિંમતી સામાનની ચોરી કરી ગેંગેનાં 10 આરોપીઓની સુરત ક્રાઈમ બ્રાંચે થોડા દિવસ અગાઉ ધરપકડ કરી હતી. આ ગેંગના અન્ય સાગરીતો નાસી જવામાં સફળ થયા હતા, ત્યારે ક્રાઈમ બ્રાંચે વધુ એક આરોપી અને ગેંગ લીડરની ધરપકડ કરી છે, પકડાયેલો આરોપી અલગ અલગ પોલીસ મથકોના 18 જેટલા ગુનામાં વોન્ટેડ છે. મૂળ આંધ્રપ્રદેશની ગિલોલ ગેંગે શહેરમાં દહેશત ભર્યો માહોલ ઉભો કર્યો હતો.જીહાં કાળા બુરખો પહેરી જે શખ્સ પોલીસ કસ્ટડીમાં ઉભો છે, તે ભલે અત્યારે શાંત દેખાતો હોય પરતું રાહુલ અને તેની ગેંગે માત્ર સુરત નહીં પરતું અન્ય શહેરોમાં પણ આંતક મચાવ્યો હતો, 25 થી વધુ લોકોની ગેંગ સાથે સંકળાયેલો રાહુલ ફોર વ્હિલમાંથી બેગ ચોરી કરવામાં માસ્ટરી ધરાવે છે, તેની ગેંગમાં નાના બાળકો પણ છે, અગાઉ ક્રાઈમ બ્રાંચે તેની ગેંગનાં 10 આરોપીઓની ધરપકડ કરી હતી, ગિલોલ ગેંગ તારીખે તેની ગેંગ પોલીસ ચોપડે જાણીતી છે, આ ગેંગ ફોર વ્હિલની રેકી કરતા હતાં, જે કારમાં સામન પડેલો હોય તેની આસપાસ ગોઠવાઈ જતાં હતાં. ગેંગમાં રહેલા સગીર વયના આરોપીઓ કારને ગિલોલ વડે નિશાન લગાવી ફોડતા હતાં, કાચ જેવો ફૂટે કે તરત જ રાહુલ સહિતના આરોપીઓ કિંમતી સામાનની ઉઠાંતરી કરી લેતા હતા, અગાઉ પોલીસે આ ગેંગ પાસેથી અંદાજે બે લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલો રાહુલ પણ સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા 18 ગુનામાં વોન્ટેડ હતો, ત્યાં જ અગાઉ તે સુરત શહેર પોલીસમાં નોંધાયેલા સાત ગુનામાં પકડાઈ ચુક્યો હતો. મહત્વનું છે ગિલોલ ગેંગેના મોટા ભાગના આરોપીઓ આંધ્રપ્રદેશ એક જ વિસ્તારના રહેવાસી છે અને તેઓની ગિલોલ વડે કાચ તોડી બેગ લીફટીંગ કરવાની મોરસ ઓપેન્ડી તેમના પરિવારમાંથી જ વિરાસતમાં મળી છે.
ગિલોલ ગેંગનાં રાહુલ સહિતના અગિયાર સાગરીતો હાલ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે અન્ય સાગરીતો હાલ ફરાર છે. આરોપીઓ મૂળ આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનાં સરહદી વિસ્તારના છે, તેમની ભાષાને કારણે પોલીસે પૂછપરછમાં મુશ્કેલી પણ પડી રહી છે, ત્યારે ગેંગના ફરાર સાગરીતોને પકડવા માટે પોલીસ દોડધામ કરી રહી છે.

Advertisement

Share

Related posts

વડોદરાના વાઘોડિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ગોધરા સિવિલમાંથી કોવિડ-19 ને હરાવી સાજા થનારા બે દર્દીઓને રજા અપાઈ.

ProudOfGujarat

ઉત્તર પ્રદેશ નાં સાયકલિસ્ટ ગુફરાન અંસારી તેમની 8 દેશો ની સાયકલ યાત્રા કરી ભરૂચ ના સાયકલીસ્ટ સાતે કરી મુલાકાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!