સુરત પાલિકામાં 22 ગામો અને 2 નગરપાલિકા સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવતા મુલતવી રહી હતી.ભાંઠા અને કામરેજમાં આ બાબતે વિરોધનો વંટોળ ઉભો થયો હતો. સાથે જ નવસારી સાંસદ સીઆર પાટીલે પણ કમિશનરને પત્ર લખીને પારડી-કણદે તેમજ ઉંબેર ગામનો સમાવેશ ન કરાતા વાંધો ઉઠાવ્યો હતો. આ સંજોગોમાં સ્થાયી સમિતિએ હાલ પુરતા વિવાદના મધપૂડાને છંછેડ્યા વગર નિર્ણય મુલતવી રાખ્યો છે. પાસોદરા, નવાગામ, લસકાણા, ખોલવડ ગામને લઇ પણ વિરોધ કામરેજ નજીક આવેલા નવાગામ, લસકાણા, ખોલવડ અને પાસોદરા આ ચાર ગામને પણ શહેરમાં સમાવવાને લઇ વિરોધનો વંટોળ ઉઠયો હતો. બુધવારે શહેર ભાજપ-જિલ્લા ભાજપ તથા જિલ્લા પંચાયતના આગેવાનોની શહેરમાં 22 ગામો અને 2 નગર પાલિકાને સમાવવા મુદ્દે એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપરોકત ચારેય ગામને શહેરમાં સમાવવા અંગે વિરોધ કરાયો હતો. બેઠકમાં એવો સૂર ઉઠ્યો હતો કે આ ચારેય ગામ પાલિકામાં લઇ લેવાય તો જિલ્લા પંચાયતનો મહત્વનો વિસ્તાર નિકળી જાય એમ છે. આ 3 ગામના સમાવેશ મામલે વિવાદનો વંટોળ મનપાના કમિશનરે શરૂઆતમાં જે ગામોનો સમાવેશ કરવા માટે નકશો તૈયાર કર્યો હતો. તેમાં પારડી-કણદે અને ઉંબેરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ દરખાસ્તમાંથી જ આ બંને ગામોનો છેદ ઉડાવી દેવામાં આવતા હાલમાં હદ વિસ્તરણના મામલે વિવાદનો વંટોળ ઉઠ્યો હતો.
સુરત પાલિકામાં 22 ગામો અને 2 નગરપાલિકા સમાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવતા મુલતવી રહી હતી
Advertisement