Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત લિંબાયત વિસ્તારમાં સ્કૂલની સામે યુવતીની છેડતી કરનાર રોમિયોને લોકોએ ઢોર માર માર્યો હતો.

Share

સુરત લિંબાયત વિસ્તારમાં સ્કૂલની સામે યુવતીની છેડતી કરનાર રોમિયોને લોકોએ ઢોર માર માર્યો હતો. લિંબાયતના મારૂતિ નગર વિસ્તારમાં યુવકે યુવતીની છેડતી કરી હતી. બાદમાં લોકોને જાણ થતાં છેડતી કરનાર યુવાનને લોકોએ પકડી લીધો હતો. બાદમાં પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી. પોલીસ તેને પકડે એ દરમિયાન જ લોકોએ ટપલીદાવ કરતાં છેડતીબાજને જાહેરમાં તમાચા ઝીંકી દીધા હતાં. જાહેરમાં મહિલાઓ અને પુરૂષોએ યુવાનની ધોલાઈ કરી હતી. હાલ યુવકને લિંબાયત પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્કૂલ બહાર જ છેડતી કરાઈ હતી.પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર મોહમ્મદ અઝીમ અબ્દુલ રઝાક (ઉ.વ.આ.35)ના મીઠિ ખાડી નજીક ગલી નંબર સાતમાં રહે છે. છેલ્લા થોડા દિવસોથી અઝીમ સ્કૂલ બહાર છેડતી કરતો હતો. ગઈકાલે એક યુવતી બાળકોને સ્કૂલમાં મુકવા ગઈ હતી તે દરમિયાન અઝીમે મહિલાને પાછળથી પકડી લઈ છેડતી કરી હતી. બાદમાં મહિલાએ બૂમાબૂમ કરતાં અઝીમ ત્યાંથી નાસી ગયો હતો. ફરી છેડતી કરવા જતાં પકડાયો હતો. ગઈકાલની ઘટનાને ભુલી જઈને યુવતી ફરી આજે સ્કૂલે બાળકોને મુકવા ગઈ હતી એ દરમિયાન અઝીમે ફરીથી ગઈકાલની જેમ જ મહિલાને પકડી લીધી હતી. આ દરમિયાન લોકોના ટોળાએ અઝીમને ઝડપી લીધો હતો. બાદમાં મેથીપાક ચખાડીને પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી વિરૂધ્ધ છેડતીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. લોકોમાં દેખાયો ગુસ્સો સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આ વ્યક્તિ છેડતી કરી રહ્યો હતો. સાથે જ રાજ્ય અને દેશમાં આ પ્રકારના ગુનાઓ બનતા હોવા છતાં હજુ સુધી આ પ્રકારના છેડતીખોરો સુધરવાનું નામ લેતા નથી. જેથી જાહેરમાં આવા ટપોરીને માર માર્યો હતો. જેથી બીજા આ પ્રકારના છેડતીબાજો કોઈની બહેન દીકરીને હેરાન ન કરે.

Advertisement

Share

Related posts

પંચમહાલ-વલ્લભપુર ગામના સર્મથકોએ કર્યો ચૂંટણીનો અનોખી રીતે પ્રચાર.

ProudOfGujarat

ડેડીયાપાડામાં ખેતરમાં જતા 4 લોકો પર રીંછે અચાનક હુમલો કર્યો,

ProudOfGujarat

ભરૂચ : રોટરી કલબનાં વેકસીન સેન્ટરમાં કોવિડ-19 નાં નિયમોનો સરેઆમ ભંગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!