સુરતની કોંગ્રેસ અગ્રણી અને મહિલા નગર સેવિકા કપિલા પલ્કેશ પટેલએ એક લાખ રૂપિયાની માંગણી બિલ્ડર પાસે કરતાં તેણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરતાં ACB એ ગોઠવેલા છટકામાં નગર સેવિકાનો વચેટિયો રૂપિયા 50 હજાર લેતાં ઝડપાયા બાદ દંપતિ ફરાર છે ત્યાં આજે આ મામલે અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી જેમાં નગર સેવિકા કપિલા પટેલ અને તેના પતિ આવી અરજીઓ કરી રૂપિયાની ઉધરાણી કરતાં હતા. સુરત મહાનગરપાલિકામાં નગર સેવિકા કપિલા પટેલ 2017 માં આવી અનેક અરજીઓ કરી છે. જેમાં 24 જેટલી અરજીઓ બાંધકામ ખાતામાં કરી છે. મહિલા નગર સેવિકા અને તેના પતિ આવી અરજીઓ કરીને પાછળથી અરજી પાછી ખેંચવા માટે લાખો રૂપિયાની માંગણી કરતાં હોવાની ચર્ચા સુરત પંથકમાં શરૂ થઈ છે. હવે જોવાનું રહ્યું કે તોડબાજ દંપતિ ઝડપાયા બાદ પોલીસ નવા શું ખુલાસા કરે છે.
Advertisement