સુરત નગરપાલિકાના વોર્ડ નંબર 18 ના કોર્પોરેટર કપિલાબેન પટેલ એક બિલ્ડર પાસેથી રૂપિયા એક લાખની માંગણી કરી હોવાની ફરિયાદ બાદ લાંચરુશવત શાખાએ છટકું ગોઠવી તેમના બદલે રૂપિયા લેતા વચેટિયાને ઝડપી લીધો હતો. બનાવની વિગત એવી છે કે વ્યારાના રહીશ બિલ્ડર પાસે વોર્ડ નંબર 18 માં ત્રણ મોટા પ્લોટ આવેલા છે તેની પર લીગલ રીતે બાંધકામ થયું છે તેવું જાણતા હોવા છતાં વોર્ડ નંબર 18 ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલાબેન પલકેશ પટેલ દ્વારા પાલિકામાં ગેરકાયદેસર બાંધકામ સંદર્ભે અરજી કરી હતી અને તેની પતાવટ માટે બિલ્ડરે વાત કરતાં એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જેમાં 50000 રૂપિયા પ્રથમ આપવાનું કહેતા 10 મી તારીખના રોજ વચેટિયો હિતેશ મનુ પટેલને રૂપિયા આપવાનું જણાવતા આ બાબતની જાણ લાંચરુશવત વિરોધી શાખાના પોલીસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરતાં છટકું ગોઠવાયું હતું. જેમાં વચેટિયો હિતેશ મનુ પટેલ રૂપિયા ૫૦ હજાર લેતા ઝડપાયો હતો. જ્યારે કોર્પોરેટર અને તેના પતિ ફરાર થઈ ગયાં હતા. આ સંદર્ભે વ્યારા એલસીબી પોલીસે પણ ગુનો દાખલ કર્યો છે અને તેની તપાસ એલસીબી વ્યારા કરવામાં આવી રહી છે.
સુરતના મહિલા કોર્પોરેટરએ રૂપિયા એક લાખની માંગણી કરતા 50000 રૂપિયા લેતા વચેટિયો ઝડપાઇ ગયો હતો જોકે દંપતી ફરાર થઈ ગયા હતા.
Advertisement