ભારતમાં બનતી બોલીવુડની ફિલ્મોમાં ઇતિહાસ પાત્રોમાં કોઈક ને કોઈક સમાજને વિરોધ છે જેની પાછળ ફિલ્મમાં નિભાવતા પાત્રોમાં જીવન ચરિત્ર સાથે છેડછાડ કરવામાં આવતી હોવાનો આક્ષેપો થતા હોય છે. આ પહેલા અનેક ફિલ્મોમાં ઐતિહાસિક પાત્રો સાથે છેડછાડ કરવામાં આવતો હોવાની ઘટનાને પગલે આંદોલનો થયા છે. પદ્માવત ફિલ્મમાં પણ રાણી પદ્માવતીના ચરિત્ર અંગે વાંધો લેવામાં આવ્યું હતું. દેશભરમાં આંદોલન થયા હતા જ્યારે હમણાં રિલીઝ થયેલી ઐતિહાસિક ફિલ્મ પાનીપતમાં પણ હિન્દુ રાજા મહારાજા સૂરજમલના કેરેક્ટરને ખોટો દર્શાવતો એક આક્ષેપ થઈ રહ્યો છે કેમ આજે સુરત ખાતે મહારાજા સુરજમલ સંઘર્ષ સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે હિન્દુ સમ્રાટ મહારાજા સુરજમલ ચરિત્રને ખોટું દર્શાવવામાં આવી રહ્યું છે હિન્દુ સમ્રાટની છબીને ખરાબ કરવામાં આવી રહી છે જેને પગલે હિન્દુ સમાજની લાગણી દુભાઇ છે બાકી સરકાર તાત્કાલિક ધોરણે પાનીપત ફિલ્મો પર બેન્ડ લગાવી દે અને જે પણ સિનેમાઘરોમાં પાનીપત લગાવી છે તેને તાત્કાલિક બંધ કરાવી તેની રિલીઝ થયેલી સીડીઓને પરત જમા કરાવવી આ ફિલ્મ બનાવનાર ડાયરેક્ટરએ હિન્દુ સમાજની લાગણી દુભાવી હતી. તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
સુરત જીલ્લામાં આજે મહારાજા સુરજમલ સંઘર્ષ સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પાનીપત ફિલ્મો ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી હતી.
Advertisement