સુરત શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિક અવેરનેશની આ ઝુંબેશમાં લોકો પણ જોડાય અને સાર્વત્રિક જન જાગૃતતા પ્રસરે તેવા ઉદ્દેશ્ય સાથે શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા તેમજ આમ પ્રજાજનો માટે શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન હાથ ધરાયું છે.
આ બંને સ્પર્ધાઓમાં સ્પર્ધકો દ્વારા ટ્રાફિકનાં નિયમોની અવરેલનાને કારણે થતાં ગેરફાયદા અથવા ટ્રાફિક નિયમોનું પાલન કરવાના ફાયદા અંગેનો સંદેશો ચિત્રો દ્વારા અથવા શોર્ટ ફિલ્મના માધ્યમ થકી દર્શાવવાની અપીલ કરવામાં આવી છે. સુરત શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. જ્યારે સુરત શહેરનો કોઇ પણ નાગરિક 1 થી 2 મિનિટની મર્યાદામાં એચ.ડી./એમ.પી.4 ફોર્મેટમાં ટ્રાફિક અવેરનેશ ઉપર શોર્ટ ફિલ્મ બનાવી શકશે. જે આગામી તા.17 થી 22 ડિસેમ્બર સુધીમાં સુરત પોલીસને પહોંચાડવાની રહેશે.
સુરત પોલીસ દ્વારા શ્રેષ્ઠ કૃતિઓને ઇનામો એનાયત કરી પ્રોત્સાહિત કરશે.
સુરત શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા આવે તેમજ વાહન અકસ્માતની સંભવિતતાને ટાળી શકાય તે માટે અનોખુ આવેદનપત્ર કેમ્પેઇન હાથ ધરાયું છે.
Advertisement