કેન્દ્ર સરકાર દ્વારા ફાસ્ટટેગનો અમલ 15 મી તારીખથી કરવામાં આવનારો છે. જેમાં દરેક ગાડી પર ફાસ્ટટેગ લગાવેલો હોવાથી બેન્કનાં ખાતામાંથી કપાઈ જશે. આ મામલે સુરતના “નોકર” સમિતિથી સુરતનાં વાહનચાલકો પાસેથી ટેક્સ નહી લેવાની રજુઆત કરી છે ત્યાં આજે સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિનાં આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા પૂર્ણા ગામ ખાતે ટેક્સ નહીં ભરવા માટે સહી ઝુંબેશ શરૂ કરી છે જેમાં કામરેજ અને ભાટિયા ટોલનાકા ખાતે આજે વિરોધ કરતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અહીં ટોલનાકાની એજન્સીનો ટોલ ઉધરાવવાનો પરવાનો રદ કરવાની માંગણી કોંગ્રેસનાં આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. સુરતના વાહનચાલકો પાસેથી ટોલ નહીં ઉધરાવવાની માંગણી કરી હતી.
Advertisement