સુરત જીલ્લાનાં ટોલ ટેક્સનાં મુદ્દે “ના કર ટોલ બચાવ સમિતિ” દ્વારા આજે સુરત જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે કામરેજ નાકે આવેલ ટોલ પ્લાઝા ખાતે સુરત જીલ્લાનાં વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેમજ ટોલ પ્લાઝાની આજુબાજુનાં ગામો માટે સર્વિસી રોડ બનાવવામાં આવે. જો નજીકનાં ગ્રામજનો દૂધ, અનાજ, ફળફળાડી ભરીને ટોલ પ્લાઝા પાસેથી વાહન લઈને પસાર થાય તો ટોલ ભરવો પડે છે. ટોલ પ્લાઝાની એજન્સી દ્વારા આજુબાજુનાં ગામોને દત્તક લઈને વિકાસનાં કામો કરી આપવામાં આવતા હોય છે. તેનો અમલ કરવામાં આવે, ગ્રીન બેલ્ટ બનાવવામાં આવે, ટોલનાકા નજીક ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા હટાવવામાં આવે જેથી અનેક માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જો તેમની માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો હાઇવે જામની ચીમકી ઉચ્ચારી છે.
Advertisement