આજરોજ સુરત પોલીસના હાથે લોકોની સમયસૂચકતાને પગલે બે હત્યાનો આરોપી ઝડપાયો હતો. હરિયાણાના ટ્રક ડ્રાઈવરની હત્યા કર્યા બાદ જયપુરમાં કેબ ટેક્સીના ચાલકની હત્યા કરીને ફરાર આરોપી દિલ્હીથી ચોરી થયેલી કારને લઈને સુરત આવી પહોંચ્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં કાર મેળામાં કાર વેચવા જતા વ્યક્તિ ઉપર કાર મેળાનું સંચાલન કરનારને શંકા જતા તેણે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરતા સરથાણા પોલીસ દોડી આવી હતી. હેમંતની પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાયો હતો તેમજ ઈનોવા કાર ચોરી ન હોવાનું કબુલ કરતા પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. હેમંત નામના ભેજાબાજે યુવતીના નામે ટેક્સી બુક કરાવી હતી તેની હત્યા કર્યા બાદ બીજી હત્યા કરી હોવાની વિગતો પોલીસને બહાર આવી છે એટલું જ નહીં પણ બીજા પણ અનેક ગુનાઓ રાજસ્થાનમાં તેની સામે નોંધાયા હોવાનું બહાર આવ્યું છે પોલીસ આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં દિલ્હીની ઈનોવા કાર વેચવા આવેલ બે હત્યાનો આરોપી સ્થાનિક લોકોની સમયસૂચકતાને પગલે ઝડપાયો હતો.
Advertisement