Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સુરતમાં દલિત સમાજના લોકોએ પાટણ આત્મદાહ મુદ્દે નોંધાવ્યો વિરોધ

Share

(તલ્હા ચાંદીવાલા, સુરત)

Advertisement

દલિત સમાજે કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

પાટણ કલેકટર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર દલિત વૃદ્ધ ભાનુભાઈ વણકરનું શુક્રવારે રાતે મોત થયું હતું. પાટણ અને ઊંઝાના સ્થાનિક દલિત આગેવાનો દ્વારા ભાનુભાઇના મૃત્યુના મુદ્દે બંધનું એલાન આપવામાં આવતાં ઊંઝાથી પાટણ સુધીના ગામોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે સુરતમાં દલિત સમાજ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અને કાનૂની કાર્યવાહી કરવા માટે કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

પાટણ કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવાર દલિત ભાનુભાઈ વણકરનું મોત થતા પાટણમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ છે. જમીન રીગ્રાન્ટ પ્રક્રિયામાં સરકારી સિસ્ટમનો ભોગ બનનાર ભાનુભાઈના મોત પાછળ જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા માટે સુરતમાં કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

 


Share

Related posts

વિધાનસભા ચૂંટણીઓ પહેલા ભરૂચમાં રાજકિય દાવપેચ વધ્યા, દાવેદારો પ્રદેશ નેતાગીરીના સતત સંપર્ક વધાર્યા…આ વખતે નહિ મળે કે મળશે તેની ચર્ચાઓથી કાર્યલયો ગુંજયા.

ProudOfGujarat

રાજપીપળા : નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા બેઠક પર ટિકિટ માટે ધમાસાણ.

ProudOfGujarat

લ્યો બોલો – સોડા પીઓ કે દારૂ, લીંબુ સોડાની લારીની આડમાં દારૂનો વેપલો ઝડપાયો, એ પણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના ગેટ પાસે જ

ProudOfGujarat
error: Content is protected !!