Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત શિવસેનાના કાર્યકર્તાઓ ડુંગળીના ભાવ વધારાના વિરોધમાં સુરત ખાતે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Share

દેશભરમાં વિપક્ષો દ્વારા ડુંગળીના ભાવોમાં આવેલા ધરખમ ઉછાળાના કારણે સર્જાયેલી ફુગાવાની પરિસ્થિતિનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સુરત શિવસેનાના કાર્યકર્તાઓ ડુંગળીના ભાવ વધારાના વિરોધમાં સુરત ખાતે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત શિવસેના દ્વારા આજરોજ રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને રકતદાતાઓને એક કિલો ડુંગળીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરત શિવસેનાના પ્રમુખ એડવોકેટ વિશાલ પટેલે જણાવ્યુ હતું કે કેન્દ્રની ભાજપા સરકાર ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવોને નિયંત્રણ લાવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. એક સમયે જ્યારે ભાજપા વિપક્ષો પાતળી ઉપર બેસતી હતી ત્યારે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવોમાં મોંધવારીના મુદ્દે દેશભરમાં દેખારો મચાવતી હતી તે સત્તા ઉપર આવ્યા બાદ આ મુદ્દે ચૂપ છે.

Advertisement

Share

Related posts

યુપીએલ યુનિવર્સિટીમાં સીએનસી ઓપરેટર પર કૌશલ્ય વિકાસ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

નડિયાદ : પ્રાથમિક શાળા ટુંડેલમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોનું કરાયું વેક્સિનેશન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામે ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાઈ : નબીપુરની ટીમ 1-0 ગોલથી ફાઇનલમાં વિજેતા બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!