Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ડુમસ રોડ પર કાર ચાલક વિદ્યાર્થીએ સાયકલિંગ કરવા નીકળેલા યુવકને ઉડાવતા મોત નીપજ્યું હતું.

Share

સુરત ડુમસ રોડ પર કાર ચાલક વિદ્યાર્થીએ સાયકલિંગ કરવા નીકળેલા યુવકને ઉડાવતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ઘટના સમયે પીસીઆર વાન પણ આવી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત સર્જી કાર ચાલક ભાગી ગયો હતો. મળતી માહિતી પ્રમાણે, ડુમસ રોડ પર કાર(GJ-05-RJ-2608) લઈને એકવિદ્યાર્થીપસાર થઈ રહ્યો હતો. દરમિયાન મોર્નિંગ સાયકલિંગ કરવા નીકળેલા યુવકને અડફેટે લઈ ઉડાવ્યો હતો. જેથી તેનું મોત નીપજ્યું હતું. કાર ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો હતો. ઘટના સમયે પોલીસની પીસીઆર વાન પણ પહોંચી હતી અને ભાગી ગયેલા કાર ચાલકને પકડી અટકાયત કરી હતી. દરમિયાન કાર ચાલકનું નામ બોની શાહ હોવાનું જાણવા મળ્યું છે. હાલ ડુમસ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાના નબીપુરમાં આજથી પ્રાથમિક શાળાઓનો પુનઃ પ્રારંભ.

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સ ની પ્રમાણિકતાનો ઉત્તમ ઉદાહરણ ફરી એકવાર સામે આવ્યો છે…….

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે ના એક ગામ માં થયેલ ગ઼ેંગ રેપ મામલા અંગે ની તપાસ માં ગુજરાત મહિલા આયોગ ની એક ટિમ આવી પહોંચી હતી……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!