Proud of Gujarat
FeaturedGujaratINDIA

બેંક મેનેજર યુવક અને ડોક્ટર યુવતી 17 મિનિટની આરતીથી લગ્ન ગ્રંથીમાં જોડાશે મહેમાનો પણ ઘરેથી ટિફિન લાવી લગ્ન પ્રસંગમાં એક બીજા સાથે ભોજન કરશે

Share

સુરત કોઈ બેન્ડ-વાજા નહી, કોઈ વરઘોડો કે ડાન્સ-ગીત નહી, કોઈ ફેરા નહી, માત્ર ગુરુ મહારાજના ફોટો પાસે સાદા કપડામાં બેસી બેંક મેનેજર યુવક અને ડોક્ટર યુવતી 17 મિનિટની આરતીથી લગ્નગ્રંથીથી જોડાશે. સુરતમાં યોજાનાર આ અનોખા લગ્નના આયોજનમાં મહેમાનો પણ ઘરેથી ટિફિન લાવી લગ્ન પ્રસંગમાં એકબીજા સાથે ભોજન કરી આ અનોખા લગ્નને ઉત્સાહી બનાવશે. સમાજના એક સારા નિમાર્ણ માટે આ યુગલે માત્ર 6 મહિના પહેલા સત્સંગમાં થયેલા પરિચયને લગ્નગ્રંથિમાં બદલી સમાજના કુ-રિવાજો સામે ઉમદું ઉદાહરણ આપશે. સમાજના કુ-રિવાજો દૂર કરવાનો નિર્ણય કર્યો. અમદાવાદ ખાતે રહેતા નિહાર જનકભાઈ શાહ (ઉ.વ. 26) અમદાવાદ ખાતે પરિવાર સાથે રહે છે અને બેંક મેનેજર તરીકે કામ કરે છે. જ્યારે 6 મહિના પહેલા સત્સંગમાં સુરતમાં રહેતી અશ્વિની પ્રભાકર દુવાડેના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ પરિચયને લગ્નગ્રંથિમાં બદલી સમાજના કુ-રિવાજો દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી કોઈ બેન્ડ-વાજા નહિ, કોઈ વરઘોડો કે ડાન્સ-ગીત નહિ, કોઈ પીડિત કે ફેરા નહિ, માત્ર ગુરુ મહારાજના ફોટો પાસે સાદા કપડામાં બેસી આજે લગ્ન કરવા જઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : શહેરા બી.આર.સી ભવન ખાતે ટેકનોસેવી શિક્ષકોની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ તરફથી નવા તવરા તથા નંદેલાવ ગામના આદિવાસી અને ગરીબ કુટુંબોના ભાઈ-બહેનો ને દિવાળી નિમિત્તે ભેટ અપાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં દુ:બોરીદ્રા ગામે કોરોના પોઝિટિવ કેસ બહાર આવતાં તાલુકાનાં ગ્રામિણ વિસ્તારમાં કોરોનાનાં વધતા કેસોથી ચિંતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!