Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલ એક જાણીતા જવેલર્સના શો રૂમને રાત્રી દરમ્યાન તસ્કરોએ નિશાન બનાવી અંદાજે સવા બે લાખ રૂપિયાના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો.

Share

સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં આવેલ જાણીતા જવેલર્સ ફેડર્સ ગોલ્ડ શોપનાં તાળા ગત મધ્યરાત્રી દરમ્યાન તસ્કરોએ તોડી મોટો હાથફેરો કર્યો હતો. મળતી વિગતો મુજબ તસ્કરોએ આ જવેલર્સને ત્યાંથી અંદાજે 5 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી હતી જેની બજાર કિંમત અંદાજે સવા બે લાખ ઉપરાંતની થાય છે. જોકે આ સમગ્ર ચોરીની ધટના જવેલરી શોપમાં મુકેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ મુજબ વહેલી પરોઢે પાંચેક વાગ્યાના સુમારે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કર ટોળકીએ જવેલરી શોપનાં તાળા તોડયા બાદ નજીકમાં રહેલ એક બેકરી, હાર્ડવેર તેમજ સાયકલની દુકાનોના પણ તાળા તોડયા હતા.
આ સમગ્ર ધટના ક્રમ અંગે વરાછા પોલીસને જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી. જોકે એક જ રાતમાં ચારચાર દુકાનોનાં તાળા તૂટયાની વારદાતને પગલે પોલીસનાં રાત્રી પેટ્રોલીંગની કામગીરી સામે પ્રશ્નો ઊભાં થયા છે.

Advertisement

Share

Related posts

નવસારી : વેસ્મા ખાતે અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે શીતળા સાતમની ઉજવણી કરાઈ

ProudOfGujarat

સુરત : ૭૫ થી વધુ વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી રાજપરા-વાંકલ એસ.ટી રૂટ શરૂ નહીં કરાતા આંદોલનના એંધાણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!