Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ઉધના વિસ્તારમાં એક બેકરીમાં એકાએક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

Share

સુરતનાં ઉધના જેવા ભરચક વિસ્તારમાં આવેલ પટેલનગર ખાતે આવેલી એક બેકરીમાં આજરોજ એકાએક આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી.
બનાવ અંગે સુરત મહાનગર પાલિકાનાં ફાયર વિભાગને જાણ કરવામાં આવતા એક બાદ એક પાંચ જેટલા ફાયર ટેન્ડરો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્નો હાથ ધર્યા હતા. એકાદ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. જોકે આ ધટનામાં કોઈ જાનહાનિ કે ઇજા અંગેની માહિતી મળી શકી નથી. દરમ્યાન આ આગ શોટસર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન આવી રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચના ઔધોગિક એકમોએ રૂપિયા 58 કરોડથી વધુ બોનસ ચૂકવ્યું. મંદીના સમયમાં 147 એકમોમાં 33,768 શ્રમયોગીઓને લ્હાણી.

ProudOfGujarat

જોન્સન એન્ડ જોન્સનને બેબી પાવડર વેચવાની પરવાનગી મળી, કોર્ટે પ્રતિબંધ ઉઠાવ્યો

ProudOfGujarat

ભરૂચમાં સ્કુલની વિધાર્થીનીનું અપહરણ કરી બળાત્કાર ગુજા૨વાના કેસમાં કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!