સુરત શહેરમાં દિનપ્રતિદિન ક્રાઈમનો ગ્રાફ ઊંચે જઇ રહ્યો છે. ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો છે નશીલા પદાર્થ દારૂની હેરાફેરી લૂંટ અને ચપ્પુ બાજીની ઘટનાઓ સાવ સામાન્ય બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. બે નંબરના ધંધા કરનારાઓ પોલીસથી ડરતા નથી તેવો ખ્યાલ લોકોના આવી રહ્યો છે. લોકો સુરત શહેરમાં પોતાને સલામત અનુભવી રહ્યા છે ત્યારે ત્રણ ચપ્પુ બાજીની ઘટના બાદ સુરત શહેરના ઉધના વિસ્તારમાં ભરચક વિસ્તારમાં ચપ્પુની અણીએ મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સુરત શહેરના ઉધના રોડ પર આવેલ સંજયનગરમાં રોડ ઉપરથી પસાર થતો સરતાજ મોતી મહંમદ ઉંમર 18 રહેવાસી સિદ્ધિ વિનાયક નગર ઉધના પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બાઈક પર આવેલા લૂંટારુએ તેને ચપ્પુ મારીને તેના મોબાઈલની લૂંટ ચલાવી હતી જોકે ગત રાત્રીના સમયે દુકાનની સામે આવેલ સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ જવા પામી હતી. ચપ્પુના ધા થી ગંભીર રીતે ઘાયલ થયેલા સરતાજ મોતી મહંમદ ને તાત્કાલિક ધોરણે 108 દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે તેની ફરિયાદ દાખલ કરીને પોલીસે સીસીટીવી કેમેરામાં જોતા લૂંટારુઓને પકડવા ગયેલા વ્યક્તિઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે લૂંટારુઓની તપાસ શરૂ કરી.
સુરત શહેરના ઉધના રોડ પર સંજય નગર પાસે બાઈક સવાર લૂંટારુએ રાહદારીને ચપ્પુ મારીને લૂંટવાનો પ્રયાસ કર્યો.
Advertisement