ગુજરાત રાજ્યમાં લેવાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં ખુલ્લેઆમ ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ બાદ તેના પડઘા વિદ્યાર્થી ઉપર પડી રહ્યા છે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ આ મામલે ફરીથી પરીક્ષા લેવાની માંગણી સાથે બે-ત્રણ દિવસથી આંદોલનના માર્ગે ચડયા છે તો બીજી તરફ કોંગ્રેસ પણ બિન સચિવાલયની પરીક્ષામા થયેલ ગેરરીતી મામલે સરકાર પાસે જવાબ માંગી રહી છે તો ખુલ્લેઆમ વિદ્યાર્થીઓને ટેકો જાહેર કર્યો છે જ્યારે ભરૂચ બાદ હવે સુરતમાં બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે એનએસયુઆઈ યુથ કોંગ્રેસ મેદાને પડયું છે આજે વહેલી સવારથી જ સુરતની કોલેજોમાં જઈને એનએસયુઆઇ દ્વારા કોલેજો બંધ કરાવી હડતાલ પાડવાનું એલાન કર્યું છે અને સરકાર વહેલી તકે વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લે તેમજ સરકાર દ્વારા જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે અને ફરીથી પરીક્ષાઓ લેવાય તેવી માંગણી એનએસયુઆઇ દ્વારા કરવામાં આવી હતી આજે સુરતની કોલેજોને બંધ કરાવી હડતાલની જાહેરાત પણ કરી હતી.
સુરતમાં બિન સચિવાલયની પરીક્ષા મામલે તપાસની માંગણી કરવા એનએસયુઆઇ દ્વારા કોલેજોમાં હડતાલ કરવામાં આવી.
Advertisement