સુરત ઉધના દરવાજા બ્રિજ નીચે ટ્રક મિક્ચર મશીન સાથે ફસાઈ ગઈ હતી. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રકને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા.લોકોએ રાહતનો શ્વાસ લીધો.ઉધના દરવાજા બ્રિજ નીચે એક ટ્રક(MH-06-AC1339) મિક્ચર મશીન સાથે પસાર થઈ રહ્યો હતો. દરમિયાન મિક્ચર મશીન બ્રિજ સાથે ફસાઈ ગયું હતું. ડ્રાઈવર દ્વારા પ્રયાસ કરવા છતાં નીકળ્યું ન હતું. જેથી ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ દોડી આવી હતી અને ટ્રકને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારી ભરખમ ટ્રક મિક્ચર મશીન સાથે બહાર કાઢવું મુશ્કેલ બનતા અધિકારીઓની સલાહ લેવી પડી હતા. લોકો દ્વારા ટ્રક ચાલકને સમજાવ્યા બાદ પણ નીચાણવાળા બ્રિજ નીચેના યુ ટર્નમાં ટ્રક નાખી દેતા ફસાઇ ગઈ હતી. ટ્રક ફસાતા સર્જાયેલા ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોએ વીડિયો પણ બનાવ્યા હતા. જોકે, ત્યારબાદ ટ્રકના ટાયરની હવા કાઢી ટ્રકને બહાર કાઢ્યો હતો. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરત ઉધના દરવાજા પાસે ટ્રક મિક્સર મશીન સાથે બ્રિજ નીચે ફસાઈ ગયું હતું.
Advertisement