(તલ્હા ચાંદીવાલા, સુરત)
સુરત નગરમાં શુક્રવારે રાત્રે અને શનિવારી બજારમાં ચોક બજાર ડક્કા ઓવારે થી લઇ મકાઈપૂર સુધી તાપી પટના અંદરના તેમજ બહારના ભાગે ભરાતા હાર્ડ બજારમાં વર્ષોથી ગરીબ શ્રમજીવી પાથરણા વાળાઓ પોતાનો ધંધો રોજગાર કરી રહ્યા છે. ત્યારે અસામાજીક તત્વો દ્વારા જુલમ કરી ત્રાસ ગુજારી પાથરણા લગાવવાના રૂપિયા ૩૦૦ રૂપિયા ૬૦૦ સુધીના હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે. જેની સામે વિરોધ ઉભો થયો છે. આ બજારમાં સુરત ગુજરાત મુંબઈ બેંગલોર થી આશરે ૨૦૦૦ કરતા વધુ શ્રમિક પોતાનું નાનો સરખો ધંધો રોજગાર કરે છે. ત્યારે હપ્તા ઉઘરાવનારા અને અસામાજિક તત્વો સામે રક્ષણ અપાઈ તેવી માંગણી કરવામાં આવી છે.
Advertisement