Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ચૌયાસી તાલુકાનાં કવાસ ગામે સુનીલ નામનાં યુવાનનાં જન્મદિને તલવારથી કેક કાપીને બિયરની છોળો ઉડાડી હોવાનો વીડિયો વાઇરલ થયો છે.

Share

છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો અપલોડ થયા છે જે અખબારો અને ચેનલોની ખબર બની ગયા છે. જેમાં પણ છેલ બટાવ યુવાનો દ્વારા તલવારથી જાહેરમાં કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવતા હોવાના અનેક વીડિયો વાઇરલ થયા છે. ત્યાં જ સુરત જીલ્લાના ચૌયાસી તાલુકાનાં કવાસ ગામ નજીક જાહેરમાં સુનીલ નામનાં યુવક દ્વારા તલવારથી કેક કાપવામાં આવી રહ્યા હતા અને તેના મિત્ર બિયરની છોળો ઉડાડી રહીયા હોવાનો વીડિયો વાઇરલ થયો છે.
આમ જાહેરમાં તલવાર વડે કેક કાપવાની ધટનાઓ વધી રહી છે ત્યારે ખુલ્લેઆમ પોલીસનાં સુલહે શાંતિભંગનાં જાહેરનામાનો ભંગ થઈ રહીયા છે. બિયરની છોળો ઉડી રહી છે જ્યારે જાહેરમાં તલવારથી કેક કાપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં કેમ પોલીસ પગલાં ભરતી નથી.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : ધમોડી ગામમાં ખૂનના ગુનાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના માહિતી ખાતા ના ઉપક્રમે પત્રકાર દિવસની ઊજવણી કરાઇ

ProudOfGujarat

વડોદરાની MS યુનિ. નજીક શિવ મંદિર પાસે 3 યુવકો નમાઝ પઢતા હોવાનો વીડિયો વાયરલ થતા હોબાળો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!