સુરત નાની વેડમાં નિચલા ફળીયાની ગટર લાઇન સાફ કરવા ઉતરેલા બે મજુરોના મોત નિપજ્યાં હતા.સોમવારે રાત્રે નાની વેડ નિચલા ફળીયામાં ડ્રેનેજ લાઇન બ્લોક થઇ જતા બે મજુર ગટરની ચેમ્બર ખોલીને સાફ સફાઇ માટે અંદર ઉતર્યા હતા દરમિયાન સફાઇ વેળા ગુંગળામણની અસર થતા બંને યુવકો બેભાન થઇ ગયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ પર પહોંચી બંને યુવકોને બહાર કાઢી 108 એમ્બ્યુલસ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા જોકે ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર સ્થાનિકોનું મોટુ ટોળુ એકત્ર થઇ ગયું હતું. મૃતકોમાં વિજય ભૈયા (ઉ.વ.25) અને કિશોર સુખા (ઉ.વ.25)નામના યુવકો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે નાની વેડ ખાતે બનેલી ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા બંને મજુરો પાલિકાના કર્મચારી ન હોવાનું જાણવા મળ્યું છે. સલામતીના સાધનો વિના ગટરમાં ઉતર્યા હતા.ફાયરના અધિકારીએ જણાવ્યું હતું કે, 20 ફૂટ ઉંડા ગટરના મેઈનહોલમાં સફાઈ કરવા માટે બે યુવકો ઉતર્યા હતા. ખાનગી કોન્ટ્રાક્ટરના બંને માણસો પાસે સલામતીના સાધનો ન હોય તેમને ગુંગળામણની અસર થઈ હતી અને બંને બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. બંનેને બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં મૃત જાહેર કરાયા હતા.એક સામે ગુનો નોંધાયો ઘટના સ્થળે એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, નજીકમાં આવેલા એક પાર્ટી પ્લોટની ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ હોવાથી પ્લોટ માલિકે સફાઈ માટે આ લોકોને ઉતાર્યા હતા. હાલ તો પોલીસે ઇ.પી.કો.કલમ 304, એટ્રોસીટી એક્ટ તથા પ્રોહીબિશન એમ્પ્લોઈમેન્ટ એસ મેન્યુઅલ સ્કેનજર ધેર રિહેબીલાઇટેજન કલમ મુજબની બાબુભાઇ ઓધવજીભાઈ ડોબરિયા નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે.
સુરત : નાની વેડમાં નિચલા ફળીયાની ગટર લાઇન સાફ કરવા ઉતરેલા બે મજુરોના મોત નિપજ્યાં.
Advertisement