Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : દારૂની હેરફેરમાં બુટલેગરો દ્વારા મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે.

Share

સુરત દારૂની હેરફેરમાં બુટલેગરો દ્વારા મહિલાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે. વરાછામાં ઘનશ્યામનગર શેરી નંબર 1 પાસે રિક્ષામાંથી પોલીસે 3 મહિલાઓને 517 બોટલ દારૂ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.રિક્ષાચાલક ફરાર પરવત પાટીયા વિસ્તારમાં રહેતી 3 મહિલાઓ રિક્ષા(જીજે 5 એવાય 8400)માં દારૂ લઈને જતી હતી. આ દરમિયાન પોલીસે ઘનશ્યામનગર પાસે રિક્ષાને અટકાવીને તપાસ હાથ ધરી હતી. મહિલાઓ પાસે ચાર પ્લાસ્ટીકના થેલા મળી આવ્યાં હતાં. જેમાં 516 નંગ દારૂની બોટલ હતી જેની અંદાજીત કિંમત 25 હજાર 800 આંકવામાં આવી છે. સાથે જ મહિલા પોલીસ દ્વારા પકડાયેલી મહિલાઓની જડતી (અંગતપાસ) કરવામાં આવતાં મહિલાઓના શરીરી બાંધેલી 144 નંગ બાટલીઓ મળી આવી હતી. જેની કિંમત 7હજાર 200 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે કુલ 33 હજારના દારૂ સાથે મહિલાઓની ધરપકડ કરી છે જ્યારે ફરાર રિક્ષા ચાલકને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

Advertisement

Share

Related posts

ખેડા જિલ્લાના સેવાલિયા ખાતે રાજ્ય પોલીસનાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટનો યોજાયો

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં એક બાજુ પૂરની પરિસ્થિતિ તો બીજી બાજુ ૭ ઇંચ વરસાદ ૨૪ કલાક દરમિયાન ખાબક્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!