Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લામાં બે દિવસ પડેલા કમોસમી માવઠાને લીધે ડાંગર શાકભાજીના પાકને મોટું નુકસાન .

Share

સુરત જિલ્લામાં બે દિવસ પડેલા કમોસમી માવઠાને લીધે ડાંગર શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે ત્યાં બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે હવામાન વિભાગ દ્વારા ત્રણથી ચાર દિવસની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહીના પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે.ડાંગર, શેરડી સહિત શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન સુરત ભરૂચ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે જો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડે તો ડાંગર શેરડી સહિત શાકભાજીના પાકને મોટુ નુકસાન થાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ ડેલાદે જણાવ્યું છે કે અગાઉ કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે એટલું નહીં પરંતુ શેરડીના ઊભા પાકને પણ નુકસાન થતાં સુગર મિલો મૂંઝવણમાં મુકાઈ છે ત્યાં બીજી તરફ જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તેના પગલે સુગર મિલોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જો કમોસમી વરસાદ પડે તો ખેડૂત અને સુગર મિલોને થઈ શકે તેવી ભીતિ છે.

Advertisement

Share

Related posts

નર્મદા : “પોલીસ પ્રજાનો સાચો મિત્ર” ઉક્તિ સાર્થક કરતાં રાજપીપલાળા ટાઉન પી.આઈ. – આર એન રાઠવા.

ProudOfGujarat

ભરૂચમાં જિલ્લા કક્ષાનો ૮ મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું શુભારંભ કરાયો.

ProudOfGujarat

વલસાડ જિલ્લા પોલીસે દારૂના અડ્ડા પર સાગમટે દરોડા પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!