સુરત બમરોલી વિસ્તારમાં આવેલા પાવર લુમ્સના કારખાનામાં પગાર વધારાની માંગ સાથે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં. જેથી વિવર્સોએ આ અંગે પોલીસને જાણ કરીને લેખિત અને મૌખિક ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. બમરોલીના કારખાનેદાર વિષ્ણુ પટેલએ જણાવ્યું હતું કે, કારીગરો અને વિવર્સ વચ્ચે કોઈ જ બબાલ નથી પરંતુ અમૂક અસામાજિક તત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. આ લોકોએ અગાઉ અંજની ઈન્ડસ્ટીઝ, બાદમાં પીપોદ્રા, ભટાર બાદ આજે બમરોલીમાં પથ્થરમારો કર્યો છે. કારીગરોને ઉશ્કેરીને તેમને હાથો બનાવીને પોતાનો સ્વાર્થ સાધવા માટે આ અસામાજિક તત્વો એક પછી એક ઈન્ડસ્ટ્રીઝને નીશાને લઈ રહ્યાં છે.વિવર્સોએ જણાવ્યું હતું કે, આ અસામાજિક તત્વોની વિરૂધ્ધમાં પથ્થરમારો થયો ત્યારે જ પોલીસને જાણ કરી દીધી હતી. જેથી પોલીસનો પુરતો બંદોબસ્ત મળ્યો હતો. કાયમી પોલીસની નજર રહે તે માટે આજે પોલીસને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરીને નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે.
સુરત બમરોલી વિસ્તારમાં આવેલા પાવર લુમ્સના કારખાનામાં પગાર વધારાની માંગ સાથે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.
Advertisement