સુરત વેસુ-અલથાણ વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલ પાસેના તળવામાં બે યુવકો ડૂબી ગયા હતાં. આ અંગે ફાયરબ્રિગેડ અને 108ને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ એક યુવકને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. બાદમાં બીજાની શોધખોળ હાથ ધરતા મળી આવ્યો હતો. બન્ને યુવકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યાં હતાં.શાળાએથી બારોબાર નીકળી ગયેલા સિવિલ હોસ્પિટલમાં ઓળખ થયેલા એક મૃતકનું નામ કિશન આપ્ટે(ઉ.વ.આ.16) પાંડેસરાના કર્મયોગી સોસાયટી-3માં રહેતો હોવાનું અને ધોરણ 10નો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. શાળાએથી કિશન બારોબાર ફરવા નીકળી ગયો હતો. કિશનના પરિવારમાં પિતાનું મોત થયા બાદ મોટાભાઈ અને માતા ઘર ચલાવે છે અને પરિવારમાં એક નાની બહેન પણ છે જે કિશનના મોત બાદ શોકમાં ગરક થઈ ગયા છે.રાહુલ હાથ પકડવા ગયોને ડૂબ્યો અલથાણના તળાવમાં નાહવા પડેલા કિશનનો પગ લપસ્યો અને રાહુલ તેનો હાથ પકડવા માટે ગયો હતો. આ દરમિયાન બન્ને તળાવમાં ડૂબી ગયા હતાં. મૂળ યુપી બનારસના વતની અને પાંડેસરાની હરિઓમનગર સોસાયટીમાં રહેતા રામ અવતાર યાદવના ચાર દીકરામાંથી સૌથી નાનો રાહુલ હતો. રાહુલ-કિશન અને અન્ય બે એમ કુલ મળી ચાર વિદ્યાર્થીઓ સ્કૂલેથી બારોબાર ફરવા માટે નીકળી ગયાં હતાં.તમામ વિદ્યાર્થીઓ પાંડેસરાની દેવકીનંદન સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં.
સુરત : વેસુ-અલથાણ વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલ પાસેના તળવામાં બે યુવકો ડૂબી ગયાની ધટના.
Advertisement