હાલ તો બજારમાં ડુંગળીના ભાવો આસમાને પહોંચી ગયા છે. રૂ.100 ના કિલો માલ્ટા કાંદા એટલે કે ડુંગળીની પણ હવે તો ચોરી થવાનું શરૂ થતાં ચોરોએ હદ વટાવી નાંખી છે આવી જ એક ધટના સુરતમાં બની છે પાલનપુર પાટિયાના શાકભાજી માર્કેટમાં સવારે એક ડુંગળીના વેપારીની દુકાનમાંથી 50 થી 55 કિલો ડુંગળીની ચોરી કોઈક ચોરો રાત્રિના દરમ્યાન ચોરી કરી લઈ ગયા છે. વેપારીના જણાવ્યા અનુસાર સવારે તે આવતા તેની દુકાનમાંથી 250 કિલો કરતાં પણ વધુની ડુંગળી કે જેની કિંમત 20 થી 25 હજાર જેટલી થાય છે તે કોઈક ચોરી કરી ગયા હતા. આમ હવે તો ગરીબોની કસ્તુરીની પણ ચોરી થઈ રહી છે. આ મામલે વેપારીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
Advertisement