Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

સુરતમાં પૂર્વ પ્રેમીએ જ કરેલું બાળકનું અપહરણ : આરોપી બારડોલી પાસે ઝડપાયો

Share

વેલેન્ટાઈન ડે પહેલાં પોતાની પ્રેમિકાને પામવા રાજસ્થાનથી સુરત આવેલા જિદ્દી આશિકને આખરે જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો છે. પુણા ડુંભાલ વિસ્તારમાંથી અપહરણ થયેલાં દોઢ વર્ષનાં એક બાળકને પોલીસે મુક્ત કરાવ્યું છે.

બારડોલી નજીકથી આરોપીની ધરપકડ કરી પોલીસે બાળકને મુક્ત કરાવ્યું છે. પોલીસની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે રાજસ્થાનમાં રહેતાં એક પૂર્વ પ્રેમીએ સુરતમાં આવીને બાળકનું અપહરણ કર્યું હતું.

Advertisement

પરણિત પ્રેમિકાને પામવા માટે તેનાં બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ પરિણતાએ આ સમગ્ર મામલે પોતાનાં પતિને વાત કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પછી પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું.

કારણ કે અપહરણ થયેલું બાળક બીમાર હતું અને રાત્રે ઠંડીનાં વાતવરણનાં કારણે બાળકને કંઈ પણ થઈ શકે એવી પરિસ્થિતિને ધ્યાને રાખી પોલીસે ગણતરીનાં કલાકોમાં જ બાળકને છોડાવ્યું હતું અને આરોપીને ઝડપી પાડ્યો હતો.

સૌજન્ય(સમભાવ)


Share

Related posts

રાજકોટમાં સૌ પ્રથમવાર નૃત્ય કલાના કલાકારો માટે “કલ કે કલાકાર” કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

માંગરોળ નાની નરોલી ગામે તીન પત્તીનો જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

પંચમહાલ: દશામાના વ્રતનું સમાપન થતા પ્રતિમાઓનું કરાયુ નદી તળાવોમાં વિસર્જન.

ProudOfGujarat
error: Content is protected !!