સુરત માં અતિવૃષ્ટિ થી ખેડૂતોના પાક ને થયેલ નુકશાન અંગે સર્વેની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આરોપ ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવ્યા છે. ત્યાં બીજી તરફ પાક વીમા કંપની ની જોહુકમી સામે દબાણ લાવવા રાજ્ય સરકારે વાત કરી છે.જો કે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા પાક વિમા કંપનીની ગેરરીતિ થી બચવા ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.એટલું જ નહીં પાક વીમા કંપની સામે યોગ્ય તપાસ થાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદે ખેડૂતોના પાકને મોટાપાયે નુકશાન પોહચાડ્યું છે.જેને લઈ રાજ્ય સરકારે ખેડૂતોને થયેલ પાક નુકશાન અંગે વધારાના સહાય પેકેજની જાહેરાત કરી છે.જે ખેડૂતોને નુકશાન થયું છે તે ખેડૂતોના પાક અંગેનો સર્વે કરવાની કામગીરી વીમા કંપની સોંપવામાં આવી છે.જો કે વીમા કંપની પોતાની જોહુકમી ચલાવતી હોવાના આરોપ જાતે ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યા છે.એટલુ જ નહીં વીમા કંપની ખેડૂતો પાસેથી બ્લૅક સ્ટેમ્પ પેપર પર સહી કરી ગેરરીતિ આચારતી હોવાના પણ આરોપ થયા છે.ત્યારે રાજ્ય સરકારે કંપની સામે દબાણ લાવવા વાત જણાવી છે.જો કે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ ડેલાડ જણાવ્યું છે કે એક હજાર ખેડૂતો સામે ફક્ત 110 ખેડૂતો એ વીમા પાક ના ફોર્મ ભર્યા છે.જ્યારે બાકીના એક હજાર ખેડૂતો પાક વીમા વગરના છે.પાક વીમા કંપની ની ગેરીરીતી ખેડૂત ભોગ ના બને તે માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.દરેક ફોર્મ સંપૂર્ણ વંચાને લીધા બાદ જ સહી ખાતે તેવી ઓન ખેડૂતોને સૂચના આપવામાં આવી છે.ગેરરીતિ અચરતી વીમા કંપનીઓ સામે રાજ્ય સરકાર યોગ્ય તપાસ કરી પગલાં ભરે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.
સુરત માં અતિવૃષ્ટિ થી ખેડૂતોના પાક ને થયેલ નુકશાન અંગે સર્વેની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આરોપ ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવ્યા છે.
Advertisement