સચિન ભાટિયા ચેકપોસ્ટ ખાતેથી વિદેશી દારૂ ભરેલી ફોર વ્હીલ કાર સહિત ત્રણ બુટલેગરોની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂનો જથ્થો,ત્રણ મોબાઈલ અને ફોર વ્હીલ કાર મળી છ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે સચિન ભાટિયા ચેકપોસ્ટ નજીકથી વ્હાઇટ કલર ની ફોર વ્હીલ બ્રેઝા કાર વિદેશી દારૂનો મોટાપાયે જથ્થો લઈ પસાર થવાની છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી ફોર વ્હીલ કાર નંબર જીજે-15-Gc-2912 ના ચાલકને આંતરિક તપાસ કરી હતી.કારમાં સવાર ત્રણ લોકોને બહાર કાઢી તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 196 જેટલી બોટલો મળી આવી હતી.જ્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ચેતન પટેલ ,પ્રિતેશ પટેલ અને તનય પટેલ નામના બુટલેગરોની ધરપકડ કરી હતી. ત્રણે બુટલેગરો પાસેથી ત્રણ મોબાઇલ રૂપિયા 59000 નો વિદેશી દારૂનો જથ્થો તેમજ એક ફોરવીલ કાર મળી કુલ 6.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયેલા ત્રણેય કરો સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલા રાજગરી ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને ત્યાં પહોંચાડવાનો હતો તે અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સચિન ભાટિયા ચેકપોસ્ટ ખાતેથી વિદેશી દારૂ ભરેલી ફોર વ્હીલ કાર સહિત ત્રણ બુટલેગરોની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
Advertisement