Proud of Gujarat
FeaturedGujaratINDIA

સંવિધાન દિવસ નિમિતે સુરતમાં દલિત સમાજ દ્વારા રેલી કાઢી સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Share

સમાજ દ્વારા રજુવાત કરવામાં આવી હતી કે આજે સંવિધાન દિવસ છે અને સંવિધાનમાં નિર્દેશ તમામ મૌલિક અધિકારો દરેક વ્યક્તિને મળવા જોઈએ. સમગ્ર દેશમાં આજ રોજ 70 ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.26 મી નવેમ્બર 1949 ના રોજ ભારતીય સંવિધાન અમલમાં આવ્યું હતું.જ્યાં બાદમાં 1950 માં 26 જાન્યુઆરી ના રોજ ભારતીય બંધારણ નો અમલવારી શરૂ થયું હતું.જ્યાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દેશમાં 26 મી નવેમ્બરના રોજ સંવિધાન દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવે છે.દરમ્યાન સુરતમાં પણ તેની ઉજવણી જોવા મળી.જ્યાં શિવશક્તિ – ભીમશક્તિ સેના માયનોરિટી ફાઉન્ડેશન દ્વારા અઠવાલાઇન્સ ખાતેથી રેલી કાઢવામાં આવી હતી.શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવેલી રેલીમાં સમાજ અને ફાઉન્ડેશનના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.જ્યાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પોહચી આવેદનપત્ર પાઠવ્યું હતું.આજ રોજ સંવિધાન દિવસ નિમિત્તે સંવિધાનમાં નિર્દેશ કરેલા મૌલિક અધિકારો લાભાર્થીઓને મળી રહે તેવા પ્રયાસ તંત્ર અને રાજ્ય સરકારે કરવા જોઈએ તેવી માંગ આવેદનપત્ર પાઠવી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ભાલોદ ખાતે તાલુકા કક્ષાની પ્રાકૃતિક ખેતી શિબિર અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : વેલ્સપન કંપનીનાં 400 જેટલા કર્મચારીઓનાં હિતમાં મદદે આવ્યા અરૂણસિંહ રણા : કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ગંધાર ઓ.એન.જી.સી ખાતે અચાનક આગ ફાટી નીકળતા એક કર્મચારીનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!