સુરતમાં ઓટોરિક્ષા ચાલકોને ઇ-મેમો અને પોલીસ દ્વારા ખોટી રીતે થતી કનડગત બન કરી ઇ-મેમોને માફ કરવાની માંગણી કરતું આવેદનપત્ર સુરત રેલ્વે સ્ટેશન ઓટો રિક્ષા એશોશિએશન અને અધિકાર ઓટો રિક્ષા ચાલક યુનિયન દ્વારા આપવામાં આવ્યું છે. હાલનો સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં કેમેરા લગાવી વાહન ચાલકોને આર.ટી.ઓ. નાં નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવે છે. જેમાં સુરત શહેરમાં ઓટોરિક્ષા ચાલકોને ઇ-મેમો થકી લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે એટલુ જ નહીં પણ રિક્ષા ચાલકોને પાર્કિંગનાં નામે રિક્ષા જપ્ત કરવા શુદ્ધાની કાર્યવાહી પોલીસ કરી રહી છે. રિક્ષા ચાલકો માંડ માંડ આખો દિવસ રિક્ષા ચલાવીને 300 થી 500 રૂપિયા કમાઈ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યાં જ એ ઇ-મેમો જ 300 થી 400 રૂપિયાનો પોલીસ દ્વારા ફાડવામાં આવતા રિક્ષા ચાલકો બેરોજગાર બની રહ્યા છે ત્યાં એ આ મામલે આજે સુરત જીલ્લા કલેક્ટરને સુરત રેલ્વે સ્ટેશન ઓટો રિક્ષા એશોશિયેશન અને અધિકાર ઓટોરિક્ષા ચાલક પુનિપત દ્વાર સંયુક્ત રીતે આવેદનપત્ર આપીને રિક્ષા ચાલકોને આપવામાં આવતો ઇ-મેમો સંપૂર્ણપણે માફ કરી રદ કરવાની માંગણી કરતી રજૂઆત કરી હતી.
સુરતમાં ઓટોરિક્ષા ચાલકોને ઇ-મેમો અને પોલીસ દ્વારા ખોટી રીતે થતી કનડગત બન કરી ઇ-મેમોને માફ કરવાની માંગણી કરતું આવેદનપત્ર અપાયું.
Advertisement