(તલ્હા ચાંદિવાલા, સુરત)
સુરત શહેરમાં VR Mall અને Rahulraj Mall તેમના ગ્રાહકો પાસેથી પાર્કિંગના નામે ૩૦/- થી ૪૦/- રૂપિયા વસુલે છે.
જે CGDCR ૨૦૧૭ મુજબ કાયદાની વિરુદ્ધ છે. મોલ , શોપિંગમૉલ/કોમ્પ્લેક્સ ગ્રાહકો પાસે પાર્કિંગની ફી વસુલવાનો કોઈ અધિકાર નથી. પાર્કિંગ ફી મુદ્દે શહેરના જાગૃત નાગરિક શ્રી સંજય ઈઝાવા દ્વારા કરવામાં આવેલ RTI માં સુરત મહાનગરપાલિકા,જાહેર માહિતી અધિકારી અને નાયબ શહેર અધિકારી શ્રી દ્વારા લેખિતમાં જાણકારી આપવામાં આવી હતી કે સી.જી.ડી.સી.આર.-2017 મુજબ કોઈ પણ શોપિંગ મૉલ/કોમ્પલેક્ષ શહેરી જનો/ગ્રાહકો પાસે પાર્કિંગ ફીના ચાર્જ વસુલી શકે એ માટે કોઈ જોગવાઈ નથી.
પણ VR Mall જ્યારથી શરૂ થયો છે ત્યારથી પાર્કિંગ ફી વસુલે છે. આશરે ૧૦૦૦ જેટલા વાહનો પ્રતિ દિન પાર્કિંગ કરવામાં આવે છે. એટલે વાર્ષિક ૧.૨૦ કરોડ જેટલી રકમ અને છેલ્લા ૪ વર્ષ અને આઠ મહિનામાં ૫.૬૦ કરોડ જેટલી રકમ ગ્રાહક પાસેથી ઉઘરાવી ચુક્યા છે. હાલમાં છેલ્લા એક વર્ષથી રાહુલરાજ મોલ માં પણ ૩૦/- થી ૪૦/- જેટલી પાર્કિંગ ફી વસુલવામાં આવે છે. આ રીતે ગ્રાહકો પાસેથી પાર્કિંગ ફી ઉઘરાવાની કોઈ સત્તા મોલ વાળા પાસે નહી હોવા છતાં બેફામ ચાર્જ વસુલ કરવાનું ચાલુ છે. આ બાબતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ને પણ વિવિધ મિટિંગ માં સંજય ઈઝાવા દ્વારા જાણ પણ કરાવવામાં આવેલ હોવા છતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સંજય ઈઝાવા દ્વારા મ્યુનિસિપલ કમિશનર , સુરત ડીસ્ટ્રીક કલેકટર , VR mall , Rahularaj mall સંચાલકોને પણ પત્ર લખવામાં આવેલ છે. દિન ૭ માં આ ગેર કાનૂની વસુલાત બંધ કરવામાં ના આવે તો સમગ્ર મામલો સુરત જનતાના હિત માટે કોર્ટ માં લઇ જવામાં આવશે.
વી આર મોલ અને રાહુલરાજ મોલ ખુલ્લે આમ લૂંટે છે પાર્કિંગ ફી.
Advertisement